



મોરબીના ઉદ્યોગપતિનું બોગસ સીમકાર્ડ મેળવી ટ્રેડર્સ પેઢીના ખાતામાંથી ૧૨.૫૦ લાખની રકમ ટ્રાન્સફર કરી ઠગાઈ કરી હોય જે બનાવ મામલે ઉદ્યોગપતિની ફરિયાદને આદતે બી ડીવીઝન પોલીસે આઈટી એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના ઉદ્યોગપતિ ચુનીલાલ ધનજીભાઈ બોપલીયાએ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનું કોમ્પ્યુટર હેક કરી ખોટું નામ ધારણ કરીને ફરિયાદીના મોબાઈલ નંબર નું બોગસ સીમકાર્ડ મેળવી તેની નેપ્ચ્યુન ટ્રેડર્સ પેઢીના બેંક ખાતામાંથી ૬ લાખની રકમ એસ કે એન્ટરપ્રાઈઝ કલકત્તા એસબીઆઈ બેંક ખાતા નંબર ૩૭૩૯૩૧૧૬૨૯૩ માં ટ્રાન્સફર કરી તેમજ રૂ ૬.૫૦ લાખ અનકાનશા નામની વ્યક્તિના કલકતા બેંક ખાતા નંબર ૨૯૩૯૧૦૧૦૦૫૬૯૪ માં ટ્રાન્સફર કરીને કુલ ૧૨.૫૦ લાખ રૂપિયાની રકમની ઠગાઈ કરી છે બી ડીવીઝન પોલીસે આઈટી એક્ટ મુજબ અજાણી વ્યક્ત સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે



