


જાણવા મળ્યા મુજબ મોરબીના નજરબાગ મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતા વસંતભાઇ ગોવિંદભાઇ ચાવડા ઉ.વ ૬૫એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ભાઇ બાબુભાઇ ગોવિંદભાઇ ચાવડા જાતે અનુજાતિ ઉવ ૬૫ રહે અમદાવાદ વાળા પોતાના વેવાઈના ઘરે જતા હતા ત્યારે મકનસર પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે સફેદ કલરની અજાણ્યા ફોર વ્હીલ ચાલકે પુર ઝડપે અને બેફીકરાઇથી પોતાનું વાહન ચલાવી ફરી.ના ભાઇને હડફેટે લેતા તેને માથામાં તથા પગના ભાગે ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું.આ મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.