મોરબી-માળિયામાં અકસ્માતે બેના મોત

બાઈક ચોરી અંગે તાલુકા મથકમાં ફરિયાદ

વીજશોક લાગતા યુવાનનું મોત

મોરબીના લાલપર નજીક આવેલ ઝેડ વીટ્રીફાઈડ નામના કારખાનામાં મજુરી કરતો રાજેન્દ્ર શનિચંદ ચૌહાણ (ઉ.વ.૩૦) રહે. મૂળ બિહાર વાળાને ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

અકસ્માતે ઈજા થતા બાળકનું મોત

માળિયા તાલુકાના મેઘપર ગામના રહેવાસી મોહનભાઈ આદિવાસીનો ૨ વર્ષનો દીકરો પ્રકાશ આદિવાસી ગત તા. ૧૦ ના રોજ ખેતરે પડેલા ટ્રેકટરની લારીથી રમતો હતો ત્યારે લારીની સાઈડ ખુલી જતા તેને માથામાં ઈજા થતા તેનું મોત નીપજ્યું છે. માળિયા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

બાઈક ચોરીની ફરિયાદ

મોરબીના નવા જાંબુડિયા ગામે રહેતા રતિલાલ મુળજીભાઈ સીતાપરા કોળી (ઉ.વ.૨૨) તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનું મોટરસાયકલ નં જીજે ૩૬ ડીઓ ૭૯૭૧ કાળા કલરનું કીમત રૂપિયા ૧૮૦૦૦ વાળું મોરબી વાંકાનેર હાઈવે પર સર્વિસ રોડ પર પાર્ક કરેલ હતું જે અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા છે. પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

બેંકમાં નુકશાની અંગે ફરિયાદ

મોરબી નજીક હાઈવે પર આવેલી કોટક મહિન્દ્રા બેંકના બ્રાંચ મેનેજર શૈલેશ લોટીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ટ્રેલર નં જીજે ૧૨ બીટી ૬૩૦૩ ના ચાલકે તેનું ટ્રેલર પુરઝડપે ચલાવી ટ્રેલર પરનો કાબુ ગુમાવી દેતા સર્વિસ રોડથી ટ્રેલર બેંકની દીવાલ સાથે અકસ્માત કર્યો હતો જેમાં બેંકના આગળના તથા બાજુમાં આવેલ શટરમાં તથા કાચમાં નુકશાની કરી છે.

Comments
Loading...
WhatsApp chat