



મોરબી-વાંકાનેર હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાયા કરે છે.જેમાં આજે ફરી નેશનલ હાઇવે પર જુના કુબેર સિનેમા નજીક ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
મોરબી નેશનલ હાઇવે પર કુબેર ટોકીઝ નજીક સાંજના સમયે ટ્રક અને ટ્રેકટર વચ્ચે અક્સમાત સર્જાયો હતો જેમાં ટ્રેકટરનો આગળનો ભાગ ભુક્કો બોલી ગયો હોવાની અને તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.



