


મોરબી પંથકમાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે જેમાં તાજેતરમાં જીવાપર ગામ અને નીચી માંડલ પાસે બે અકસ્માતના બનાવમાં બેને ઈજા પહોંચી છે.
અકસ્માતના પ્રથમ બનાવમાં ચકમપર ગામના શિક્ષક પ્રભુભાઈ નાગજીભાઈ વડાવીયાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટાટા કંપનીનું માલવાહક જીજે ૩૬ ટી ૩૯૦૭ ના ચાલકે ફરિયાદીના મોટરસાયકલ સાથે અથડાવી ફેકચર જેવી ઈજા પહોંચાડી હોવાનું જણાવ્યું છે.
જયારે અન્ય અકસ્માતના બનાવમાં ચરાડવા ગામના રહેવાસી ભરતભાઈ જાદવ મિસ્ત્રીએ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાનું મોટરસાયકલ લઈને નીચી માંડલ પાસેથી જતા હોય ત્યારે એસન્ટ કાર નં જીજે ૦૩ સીઈ ૩૮૫ ના ચાલકે તેણે ઠોકર કરી ફેકચર જેવી ઈજાઓ પહોંચાડી છે.

