મોરબી વાકાનેર હાઇવે પર પત્નીની નજર સામે પતિ અને પૌત્રીનું મોત

મોરબી વાકાનેર હાઇવે પર રફાળેશ્વરથી મોરબી બાઈક પર દવા લેવા આવતા દાદા, દાદી અને પૌત્રીને અકસ્માત નડ્યો હતો. જેમાં લાલપર પાસે બાઇક ટ્રક પાછળ ઘુસી જતા ઘટના સ્થળે જ દાદા અને પૌત્રીના મોત નિપજ્યા જ્યારે દાદી ને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામના આંબેડકરનગરમાં રહેતા ભલાભાઈ હરીભાઈ સોલંકી ઉ.વ.૬૦ તેમની પત્ની નાગલબેન ભલાભાઇ સોલંકી ઉ.વ.૫૫ અને પૌત્રી મમતા પ્રવીણભાઈ સોલંકી ઉ.વ.૫ ની દવા લેવા માટે મોરબી આવતા હતા ત્યારે તેમની બાઈક લાલપર પાસે તેમનું જી.જે ૦૩ ડી.ઇ ૩૮૪૩ નંબરનું બાઈક ટ્રક નં. આર.જે ૦૫ જીવી ૨૯૮૨ પાછળ ઘુસી જતા ભલાભાઈ અને મમતાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

જ્યારે નાગલબેનને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે મૂર્તક ના પુત્ર પ્રવીણભાઈ પોલીસે મથકે ફરીયાદ નોંધાવી છે અકસ્માત બાદ ટ્રંક ચાલક નાસી ગયો હતો પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે

Comments
Loading...
WhatsApp chat