

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી પંથકમાં અકસ્માતોની સિલસિલો સતત જોવા મળી રહ્યો છે અને આજે વધુ એક અકસ્માત હાઇવે પર સર્જાયો હતો શક્તિ ચેમ્બર નજીક ટ્રકની ઠોકરે બાઈક સવાર આધેડનું મોત નીપજ્યું છે
મોરબીના લાલપરના રહેવાસી પ્રભુલાલ સુવારીયા નામના આધેડ પોતાના મોટરસાયકલ પર મોરબી તરફ આવતા હોય ત્યારે મોરબી વાંકાનેર હાઈવે પરના શક્તિ ચેમ્બર પાસે ટ્રક ચાલકે મોટરસાયકલને ઠોકરે ચડાવ્યું હતું અને ટ્રક મોટરસાયકલ ચાલક માથેથી ફરી વળતા પ્રભુલાલ સુવારીયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે અકસ્માતને પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે



