રણજીતગઢ નજીક ગમખ્વાર અકસ્માત, મુંબઈના બે સહીત ત્રણ યુવાનના મોત

ડમ્પર અને હોન્ડા સીટી કાર વચ્ચે સર્જાયો અકસ્માત

 

હળવદ હાઈવે પર આજે સવારના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં કચ્છથી મુંબઈ જતી કાર સાથે ડમ્પર અથડાતા કારમાં સવાર ત્રણ યુવાનના મોત થયા છે જયારે અન્ય ત્રણને ઈજા પહોંચી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના રાપરથી મુંબઈ જવા માટે કાર નં એમએચ ૦૧ એએચ ૮૪૫૦ માં છ યુવાનો નીકળ્યા હોય જે સવારે હળવદના રણજીતગઢ નજીક પહોંચ્યા ત્યારે ડમ્પર સાથે કાર અથડાઈ હતી જે અથડામણમાં કારમાં સવાર ભાવેશ માવજી પટેલ (ઊવ ૨૧) રહે. મુંબઈ અને પરેશ બાબુ પટેલ (ઊવ ૨૦) રહે. મુંબઈ તેમજ પ્રકાશ કરશન પટેલ (ઊવ ૨૧) રહે. રાપર કચ્છ એમ ત્રણ યુવાનના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા

જયારે તે ઉપરાંત કારમાં સવાર જય મોહનભાઈ સીરીય, શૈલેશ દેવરાજ બાદરીયા અને કલ્પેશ ભીખાભાઈ પટેલ એ ત્રણ યુવાનોને ઈજા થતા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા છે હળવદ હાઈવે પર ફરી વાર ગમખ્વાર સર્જાયો છે જેમાં ત્રણ આશાસ્પદ યુવાનના મોત નીપજ્યા છે તો અકસ્માત બાદ ડમ્પર પણ પલટી મારી ગયું હતું

 

Comments
Loading...
WhatsApp chat