વાંકાનેર પાસે અજાણ્યા વાહન ચાલકે ભાવનગરના પદયાત્રીને હડફેટે લેતા મોત

વાંકાનેર નજીકના હડમતીયા પાસે આવેલા મેઘવાળ સમાજના પવિત્ર ધામ એવા પાલન પીર ની જગ્યાએ ભરાતા મેળામાં સંઘ સાથે નીકળેલા ભાવનગરના રામધરી ગામના વણકર આધેડ રાઘવભાઈ ધનાભાઇ સોલંકી ને આજરોજ પગપાળા આવતી વખતે બાઉન્ડ્રી રોડ પર આવેલ જાલીડા ગામના બોડ પાસે કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા મોત નીપજ્યું હતુ
મળતી વિગત મુજબ ગત તા, ૭/૯ ના રોજ ભાવનગર જીલ્લાના રામધરી ગામે થી રાઘવભાઈ ધનાભાઇ સોલંકી( ઉ.વ. ૫૪ ) તેમના મોટા પુત્રી અને જમાઈ ની સાથે અન્ય આશરે ૪૦ થી ૪૫ લોકો નો સંઘ પાલનપીર આવવા નીકળ્યો હતો. ત્યારે આજરોજ તા. ૧૩ ના રોજ વાંકાનેર બાઉન્ડ્રી રોડ પર જાલીડા ગામ ના બોડ પાસે આ સંઘમાં રાઘવ ભાઈ એકલા તેના દીકરી જામી થી થોડા પાછળ રહી ગયા હતા અને અન્ય લોકો થી થોડા આગળ હોય ત્યારે કોઈ અજાણ્યા વાહને તેઓને હડફેટે લઇ લીધા હોય ઘટના સ્થળેજ તેઓ નું મૃત્યુ નીપજ્યું હતું. જોકે આ મૃત્યુ બાબતે રાઘવભાઈ ની પાછળ આવતા સંઘના લોકો જયારે ત્યાં પહોચ્યા ત્યારે ખબર પાડી હોય ત્યાંથી તુરંત આગળ જી રહેલા તેમના જમાઈ જેરમ્હાઈ નો સંપર્ક કરી રાઘવભાઈ ના મૃતદેહ ને વાંકાનેર લાવવામાં આવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat