Billboard ad 1150*250

ગુજરાતના પ્રાથમિક શિક્ષકોની ન્યાયિક માંગણીઓ સ્વીકારી શિક્ષકોને ન્યાય આપો

0 68
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સંસ્થા અગ્રણીએ શિક્ષણ મંત્રીને કરી રજૂઆત 

Post ad 2
Post ad 3

ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને સરકારી કાર્યક્રમો તેમજ યોજનાના પ્રચાર માટે કામે લગાડાય છે જેની અસર શિક્ષણ પર પણ થાય છે જેથી શિક્ષકોને અભ્યાસ સિવાયના કામો ના કરાવાય અને માત્ર શૈક્ષણિક કાર્ય કરી સકે તેવી માંગ કરાઈ રહી છે આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર પાઠવી સંસ્થાએ શિક્ષકોની ન્યાયિક માંગણીઓ સ્વીકારવા માંગ કરી છે 

        ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે શિક્ષકોની પડતર માંગણીઓ સંતોષવી જરૂરી છે જેમાં જૂની પેન્શન યોજના ચાલુ કરવી. જે કર્મચારી પોતાની જિંદગીના ૩૫ થી ૪૦ વર્ષ સરકારની સેવા માં આપતા હોય તેને પેન્શન આપવું જ જોઈએ પ્રાંથમિક શિક્ષકોને આપવામાં આવેલ છઠ્ઠા પગાર પંચમાં વિસંગતતાઓ છે જેને દુર કરવામાં આવેલ નથી ઉચ્ચતર પગાર ધોરણ પણ મળવા પાત્ર તારીખથી આપવામાં આવે તેમાં CCC+ પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવામાં આવે અને તેમાં ૩૦-૬- ૨૦૧૬ પછી મુદત માં પણ વધારો કરવામાં આ આવે તેવી માગણી છે. પ્રથમ પગાર ઘોરણ રૂ ૪૨૦૦/ગ્રેડ પે ચાલુ રાખવાની માગણી ગ્રાહય રાખવી 

તે ઉપરંત સમગ્ર ગુજરાતમાં એસ.પી.એલ. રજાની તાત્કાલિક ધોરણે મંજૂર કરવા છેવાડાના ગામોમાં ફરજ બજાવતા શિક્ષકો પાસેથી જે બોન્ડ લેવામાં આવે છે તે  નાબૂદ કરવા ઉચ્ચ પ્રથિમક શિક્ષકોને અલગ ગ્રેડેસન આપવાની માગણી, ફિક્સ પગારવાળા શિક્ષકોને પૂર્ણ પગાર સાથે કાયમી કરવા સરકારી કાર્યક્રમોમાં શિક્ષકોને કામ ના સોપવા અને સ્કૂલો બંધ કરવા નો જે નિર્ણય કરવામાં આવેલ છે તેમાં ફેર વિચારણા કરી સ્કૂલો ચાલુ રાખવા નિર્ણયો લેવા સહિતની માંગણીઓ કરી છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat