ટંકારામાં પોલીસમાં ફરજ બજાવતા અયુબભાઈ બાદીનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત

મળતી વિગત અનુસાર વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ગામના વતની અને હાલમાં ટંકારા પોલીસમાં કોન્સ્ટેબલની ફરજ નીભાવતા અયુબભાઈ  હાજીભાઇ મોમીન( ઉ.વ. ૪૦ ) ઈદની રજા હોય પોતાના પરિવાર સાથે વતન વાંકાનેરમાં આવ્યે હતા.સોમવારની વાસી ઇદના દિવસે સવારના ૧૧ વાગ્યાની આસપાસ પોતાના કુટુંબી ભાઈ-મીત્રો સાથે ગામની નજીકથી નીકળતી આસોઈ નદીમાં નાહવા ગયેલા. ત્યારે નદીમાં નાહતી વેળાએ અયુબભાઇ નો પગ અંદર અચાનક લપસતા નદીમાં ડૂબી ગયા હતા. જ્યાં તેઓની સાથે રહેલા મીત્રો- ભાઈઓની મદદથી બેભાન હાલતમાં જ  બહાર કાઢી વાંકાનેર સારવાર અર્થે ખસેડેલ પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોચ્યો હોય ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
ઇદના તહેવારમાં પરીવાર માં ગમગીની છવાય ગઈ હતી. જયારે ટંકારા પોલીસના જવાન ની ઓચીતિ વિદાય થી પોલીસ બેડામાં શોકનું વાતવરણ છવાઈ ગયું હતું.

Comments
Loading...
WhatsApp chat