ગુજરાત સરકાર અને જે કે પેપર લીમીટેડ વચ્ચે ૧૫૦૦ કરોડના રોકાણ અંગે એમઓયું

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સ્થાનિકો અને ખેડૂતો માટે રોજગારીની તકોમાં વધારો

        જે કે પેપર લીમીટેડ દ્વારા તાપી જીલ્લાના સોનગઢ સ્થિત પ્લાન્ટને આધુનિક બનાવવા અને વિસ્તરણ કરવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયું પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે

        જે કે પેપર લીમીટેડનો મેન્યુફેક્ચરીંગ યુનિટ દક્ષીણ ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં કાર્યરત છે જ્યાં હાલમાં ૨૨૦૦ સ્થાનિકોને કાયમી રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે કંપનીના વિસ્તરણને પરિણામે અંદાજીત ૧૦૦૦ થી વધારે સ્થાનિકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે તેમજ પેપર મેન્યુફેકચરીંગના યુનિટ માટે કાચો માલ ઉપલબ્ધ કરાવતા આદિજાતિ વિસ્તારના ખેડૂતોને પણ લાભ થશે પ્લાન્ટની ક્ષમતા વધવાને પરિણામે આ વિસ્તારના અંદાજીત ૧૦ હજાર થી વધુ ખેડૂતોને પણ લાભ થશે

        નવીન પ્લાન્ટને પર્યાવરણને અનુરૂપ બનવવા માટેના ખાસ પ્રયાસો કરાયા છે ફેકટરીમાં ઉપયોગમાં લેવાયેલ પાણીને રી ટ્રીટ કરીને ખેતી ક્ષેત્રે પુનઃ ઉપયોગ કરવામાં આવે છે પેપરના ઉત્પાદન માટે જરૂરી કાચામાલ માટે કાપવામાં આવતા ઝાડની સંખ્યા કરતા વધારે છોડ રોપવામાં આવે તેવી ખાતરી જે કે પેપર દ્વારા આપવામાં આવી છે

        જે કે પેપર લીમીટેડ દ્વારા રૂ ૧૫૦૦ કરોડના રોકાણ સથે સોનગઢ સ્થિત યુનિટ ખાતે આધુનિકીકરણ અને વિસ્તરણનું કાર્ય કરાશે પ્લાન્ટની વાર્ષિક ક્ષમતા ૬૦ હજાર ટનથી વધીને 1.૬૦ લાખ ટન થશે આધુનિક અને સસ્ટેનેબલ ટેકનોલોજીના ઉપયોગથી ડુપ્લેક્સ કોટેડ બોર્ડ પેપરનો ઉપયોગ કરવામાં આવશે જે કે પેપર લીમીટેડના વાઈસ ચેરમેન અને એમડી હર્ષ પતી સિંઘાનિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હમેશા સુસંગત નીતિ અને સ્થિર સરકારના પરિણામે નવીન રોકાણકારોને પ્રોત્સાહન મળ્યું છે જયારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પર્યાવરણને અનુરૂપ અને આદિજાતિ વિસ્તારના ખેડૂતોને આ પ્રોજેક્ટથી લાભ થશે જેથી ખુશીની લાગણી વ્યક્ત કરી છે  

Comments
Loading...
WhatsApp chat