આમરણ ગામની દુકાનમાં ચાઈનાના મોબાઈલ એસઓજી ટીમે ઝડપ્યા

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એસઓજી પીએસઆઈ આર.ટી. વ્યાસની ટીમના શંકરભાઈ ડોડીયા, મણીલાલ ગામેતી, કિશોરભાઈ મકવાણા, જયપાલસિંહ ઝાલા, પ્રવીણસિંહ ઝાલા, મયુરસિંહ જાડેજા, ભરતસિંહ ડાભી અને વિજયભાઈ ખીમાંણીયા સહિતના આમરણ ગામે પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન આમરણ બસ સ્ટેન્ડ નજીક આવેલી ન્યુ જય ભવાની નામની દુકાનમાં ચેકિંગ કરતા દુકાનના માલિક અક્ષય ઉર્ફે લાલો મહેશ કાનાબાર રહે. આમરણ વાળા પોતાની દુકાનમાં બીલ વગરના ચાઈના મોબાઈલ નંગ ૨૨ કીમત રૂપિયા ૧૬,૨૩૦ વેચાણ કરતા મળી આવતા એસઓજી ટીમે તમામ મુદામાલ જપ્ત કરી સી.આર.પી.સી. કલમ ૪૧ ૧ ડી મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat