મોરબીમાં વીજળી સસ્તી કરો આંદોલનના ભાગરૂપે આમ આદમી પાર્ટીની રેલી યોજાઈ 

 

સમગ્ર ભારતમાં મોંઘવારી એ માજા મૂકી છે ત્યારે દિલ્હી બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે દર માસે ૨૦૦ થી ૩૦૦ યુનિટ વિજળી ફ્રી આપી જનતાને મોંઘવારી માંથી ઉગારવા મદદ કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અન્ય રાજ્યોમાં વિજળી ફ્રી આપવાના વાયદાઓ કરી રહી છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી શાસન ભાજપ ચલાવી રહ્યું છે તો શા માટે ગુજરાતની જનતા અન્યાય કરી રહ્યા છે

ગુજરાતમાં ફ્રી નહીં પણ સસ્તી વિજળી આપવાની જગ્યાએ અવાર નવાર વીજ ભાવો વધારો કરી ગુજરાતની જનતા પર મોંઘવારીમાં પડ્યા પર પાટું મારવા સમાન છે. ભાજપના નેતાઓ અન્ય રાજ્યમાં વિજળી ફ્રી આપવાની જાહેરાત કરતા ગુજરાતની જનતાનો શું વાંક ? સાથે ના સવાલો લઇ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં વિજળી સસ્તી કરો આંદોલન શરૂ કરેલ છે

 

જેના ભાગ રૂપે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં નવા બસ સ્ટેન્ડ મોરબી ખાતેથી ગાંધી ચોક અને ત્યાંથી જુના બસ સ્ટેન્ડ સુધી પગપાળા યાત્રા કરી લોકોને જાગૃત કરેલ અને વિજળી સસ્તી કારોના નારાઓ લગાવી બહેરી સરકારને જગાવવાનો પ્રયાસ કરેલ આ સમયે આમ આદમી પાર્ટીના હોદેદારો અને મહિલાઓ મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા

Comments
Loading...
WhatsApp chat