મોરબીમાં આમ આદમી પાર્ટીના નવા હોદેદારોનું શિક્ષણ કીટ આપી સ્વાગત કરાયું 

 

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પોતાનું સમગ્ર હોદ્દેદાર માળખું વિખેરી નાખીને એક નવું માળખાનું પ્રથમ લિસ્ટ તાજેતરમાં જાહેર કરાયું છે જેમાં મોરબી જિલ્લા પ્રમુખ તરીકે વસંતભાઈ ગોરીયા, ગુજરાત પ્રદેશ ઉદ્યોગ વિંગના ઉપપ્રમુખ તરીકે ગીરીશભાઈ પેથાપરા તેમજ વિધાન સભા સંગઠન મંત્રી તરીકે પરેશ પારીઆ, રાજેશ હરણીયા, હીરાભાઈ કાનગડ, હાજીશા કટિયાની નિમણુંક કરવામાં આવી છે

ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ ખાતે શપથગ્રહણ સમારોહ યોજી તમામને પ્રદેશથી જવાબદારી સોંપવામાં આવી જેના કારણે આમ આદમી પાર્ટી મોરબીના કાર્યકતાઓ દ્વારા અવની ચોકડી, કેનાલ રોડ, મોરબી ખાતે આવેલ પાર્ટી ઓફિસ ખાતે સન્માન સમારોહ રાખવામાં આવેલ જેમાં તમામ નવનયુક્ત હોદ્દેદારોને શિક્ષણ કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat