Billboard ad 1150*250 Billboard ad 1150*250

પી.આઈ. સોનારાની બદલી રોકવા અને યોગ્ય ન્યાય અપાવવા આહીર સમાજ મેદાને

સમસ્ત આહિર સમાજ મોરબી દ્વારા આવેદન પાઠવાયું

રાજકોટ ખાતે શહેર પી.આઈ. તરીકે પૂરી નિષ્ઠાપૂર્વક તટસ્થતાથી ફરજ બજાવતા અને કોઈપણ ચમરબંધીની શેહ-શરમ રાખ્યા વિના કાયદાની મર્યાદામાં રહીને કોઈ પણ સરકારી કામને અડચણ રૂપ થતાં તત્વો સામે પગલાં લેવામાં કે શાંતિ અને સુલેહમાં ભંગ કરતાં આવારા તત્વો સામે પોતાના જીવના જોખમે નીડરતા થી પગલાં લેવા હંમેશા તત્પર રહેતા પી.આઈ. બળવંતભાઈ સોનારાની બદલી કરી દેવામાં આવતા આ મામલે આજે આહીર સમાજ દ્વારા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે

કર્મનિષ્ઠ,નીડર, રાષ્ટ્રને સમર્પિત પોલીસ જવાનની આ રીતે અચાનક બદલી કરી દેવામાં આવી, તેથી સમસ્ત આહિર સમાજ મોરબી તરફથી જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયાને આવેદનપત્ર આપવામાં આવેલ. જેથી આ કર્મનિષ્ઠ નીડર જાંબાઝ પોલીસ જવાનને ન્યાય મળે. આ આવેદનપત્રના માધ્યમથી સમસ્ત આહિર સમાજ – મોરબી પોતાની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા માંગે છે કે આ કર્મનિષ્ઠ નીડર જાંબાઝ પોલીસ જવાન પી.આઈ. બળવંતભાઈ સોનારાની ન્યાયિક જાંચ કર્યા વિના અચાનક જ બદલી કરી દેવામાં આવી તે યોગ્ય નથી અને આ રીતે સાચી નિષ્ઠા થી રાષ્ટ્રને સમર્પિત રહેતા પોલીસ કર્મીનું મનોબળ તોડતી બદલી પ્રકિયાના ઓર્ડર રદ્દ કરવા જોઈએ તેવી માંગ આવેદનપત્રના માધ્યમથી સમસ્ત આહિર સમાજ મોરબી દ્વારા કરવામાં આવેલ છે

અને આ લાગણીને સરકાર સુધી પંહોચાડવા માટે આ આવેદનપત્ર પાઠવવા આવેલ હોવાનું જણાવેલ અને બદલીના ઓર્ડર વહેલી તકે રદ્દ કરવા ઉગાભાઈ રાઠોડ,લાખાભાઇ જારીયા, ચંદુભાઈ હુંબલ, દેવાભાઇ અવાડીયા, પરબતભાઇ હુંબલ, રમેશભાઈ રાઠોડ,ભરતભાઇ જારીયા, આપાભાઈ કુંભરવાડીયા,ભીખાભાઈ મઠીયા, ભરતભાઇ ડાંગર, જયદીપભાઈ હુંબલ, પ્રકાશભાઈ ચબાડ, વિજયભાઇ લોખીલ, મનુભાઈ ખાંડેખા, અશ્વિનભાઈ ચાવડા, નાગદાનભાઈ મિયાત્રા, રામભાઇ મિયાત્રા, રાજુભાઈ ડાંગર સહિત ખૂબ મોટી સંખ્યામાં આહિર સમાજના સૌ આગેવાન વડીલો તથા યુવાનોએ ઉપસ્થિત રહીને આ બદલીના ઓર્ડર વહેલી તકે રદ્દ કરવા અને યોગ્ય ન્યાય અપાવવા માંગ કરી હોવાનું જણાવેલ છે.

Comments
Loading...
WhatsApp chat