

મોરબી-વાંકાનેર હાઈવે પર કોમર્શીયલ કોમ્પ્લેક્ષ આવેલ સેરા કેમિકલ નામની દુકાનમાં ગત રાત્રીના સમયે આગ લાગી હતી વેહલી સવારના સમય દુકાનના માલિકને આગ ની જાણ થતા તે દોડી આવ્યા હતા અને મોરબીના ફાયર વિભાગમાં જાણ કરી હતી ફાયરની ટીમે ત્યાં પોહચી અને ૨ કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પણ આગ કાબુમાં આવે તે પેહલા બધું બળીને ખાખ થઇ ગયું હતું પણ આગ ને લીધે ભય નો માહોલ જોવા મળ્યો હતો