


મોરબીના આંદરણા ગામના સરપંચ રસિકભાઈ દંતાલિયા તાલુકા પોલીસને ફરિયાદ નોંધાવી છે કે દિનેશ દેસાઈ, જયસુખ દેસાઈ અને ભરત દેસાઈ એ ત્રણેય શખ્શો ગામમાં આવેલી સરકારી ખરાબાની જમીનમાં ખનીજનું ખનન કરતા હોય જેથી ગામના સરપંચ હોવાના નાતે ફરિયાદી રસિકભાઈ ખનીજ ચોરી થતી હોય તેના ફોટો મોબાઈલમાં પાડતા હોય જે સારું નહિ લાગતા ત્રણેય આરોપીએ તેને માર મારી ગાળો આપી હતી તેમજ લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે તો પોલીસ ૩ આરોપી ને જડપી લઇ ને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

