મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

 

૨૧ જુનના દિવસે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણાથી તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિવસની વિધીવત્ રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા.

પી.જી.પટેલ કોલેજ એકમાત્ર  એવી કોલેજ છેકે જ્યાં છેલ્લા ૧૦ વર્ષોથી કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા નિયમિતપણે યોગ દ્વારા શિક્ષણકાર્યની શરૂઆત કરવામાં આવે છે જેની ફલશ્રુતિ સ્વરૂપે વિધાર્થીઓમાં એકાગ્રતામાં વધારો, સ્મૃતિ ક્ષમતામાં વધારો, અભ્યાસમાં રસ-રુચિ, માનસિક સ્થિરતા વગેરે જેવી સકારાત્મક અસરો જોવા મળી છે તથા પ્રાધ્યાપકોમાં પણ વિષયમાં નિપુણતા અને ટીચિંગ સ્કીલ માં ઉન્નતી જોવા મળે છે, પરિણામે દર વર્ષે કોલેજના વિધાર્થીઓ નામાપધ્ધતિ જેવા મુખ્ય વિષયોમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરી શકે છે અને યુનિવર્સીટી ટોપ ટેન માં સ્થાન પ્રાપ્ત કરે છે.

સાથે સાથે યોગ નો પ્રચાર – પ્રસાર થાય, યોગ જન જન સુધી પહોચે અને યોગના ફાયદાઓ સમગ્ર સમાજ ને પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુસર મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા વિરપર મુકામે યોગ શીબીર શાળા બાંધવામાં આવી છે જ્યાં સમયાંતરે અઠવાડીક અને ત્રિ-દિવસીય વિવિધ યોગ શીબીર નું આયોજન કરવામાં આવે છે જેમાં કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો સહીત જાહેર જનતા પણ ભાગ લે છે.

ઉપરાંત યોગિક કર્યો અને તેના પ્રચાર-પ્રસાર સાથે સંકળાયેલ વિવિધ સેવાકીય સંસ્થાઓ જેવીકે શ્રી રામ યોગ મંદિર ટ્રસ્ટ, સોલીજી યોગ ફાઉન્ડેશન, વગેરેને પી.જી.પટેલ કોલેજ દ્વારા નિયમિત રીતે યથાશક્તિ અનુદાન પણ આપવામાં આવે છે

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat