Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેર : એવું તો શું થયું કે પરિવારના ૨૫ સભ્યોએ કુતરું કરડવાના એકસાથે ઇન્જેક્શન લીધા ?

કુતરાએ બે માસ પૂર્વે પરિવારના સભ્યનું થયું હતું મોત હડકવાની બીકે પરિવારના સભ્યોએ આગોતરા ઇન્જેક્શન લીધા

વાંકાનેરના પંચાસીયા ગામમાં કુતરું કરડયા બાદ પરિવારના સભ્યનું મોત થયું હતું જેના પગલે પરિવાર અને સગા સંબંધીઓ મળીને ૨૫ સભ્યોએ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે કુતરા કરડવાના ઇન્જેક્શન લઈને જાગૃતતા દાખવી હતી

ગુજરાતીમાં કહેવત છે કે પાણી પહેલા પાળ બંધો તે ઉક્તિને પંચાસીયા ગામના મુસ્લિમ પરિવારે સાર્થક કરી છે જે બનાવ એવો છે કે વાંકાનેરના પંચાસીયા ગામના રહેવાસી વકાલીયા ઈબ્રાહીમભાઈ મીરારજીભાઈને ચાર માસ પહેલા કુતરું કરડ્યું હતું અને બાદમાં રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન તા. ૧૯-૦૯ ના રોજ મોત થયું હતું જોકે મૃત્યુ સમયે કુતરું કરડવાના લક્ષણો દેખાયા હોય જેથી તેના સંપર્કમાં આવેલ પરિવારના સભ્યો સહીત ૨૫ લોકોએ મોરબી સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં કુતરા કરડવાના ઇન્જેક્શન લઇ લીધા હતા

હાલ પરિવારના સભ્યોમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી પરંતુ સાવચેતીના ભાગરૂપે પરિવારના સભ્યોએ ઇન્જેક્શન લીધા હોવાનું જાણવા મળ્યું છે તો હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા અનુસાર હડકાયા કુતરા કરડવાના કિસ્સામાં તેના લક્ષણો એક માસથી લઈને 1 વર્ષ પછી જોવા મળે છે જોકે હાલ પરિવારના કોઈ પણ સભ્યમાં લક્ષણ જોવા મળતા નથી છતાં સાવચેતીના ભાગરૂપે ઇન્જેક્શન લઇ લીધા છે

ઉલ્લેખનીય છે કે મૃતક ઈબ્રાહીમભાઈ રાત્રીના સુતા હોય ત્યારે કુતરાએ માત્ર ઝાવું માર્યું હતું અને કુતરું કરડે તેમાં જે દાંત બેસે તેવું કરડ્યું ના હતું છતાં પણ હડકાયા કુતરાની લાળને પગલે અન્ય લોકોને હડકવાનું જોખમ રહે છે જેથી લોકોએ તકેદારી રાખવા વકાલીયા પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat