મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ CBSE રીઝલ્ટમાં સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો

ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૨-૨૩ ના ધોરણ ૧૨ CBSE બોર્ડમાં પરિણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને માત્ર મોરબી જ નહિ સમગ્ર રાજ્યમાં ન્યુ એરા ગ્લોબલ સ્કૂલનું નામ રોશન કર્યું છે
જેમા ધોરણ 12 ના ત્રણેય પ્રવાહો (સાયન્સ, કોમર્સ, આર્ટસ) ની બોર્ડની પરીક્ષામાં ન્યુ એરા ગ્લોબલ સ્કૂલની વિદ્યાર્થીની પટેલ ખુશી એ 98.2℅ માર્કસ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમજ ગઢિયા અભિષેકએ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં 97% માર્કસ મેળવીને મોરબી શહેરમાં પ્રથમ સ્થાન મેળવેલ છે .
તે ઉપરાંત શાળાના શિક્ષકોની અથાગ મેહનત થી શાળાનું પરિણામ પણ 100% લઈ આવવામાં આવ્યું છે. ધોરણ 12 ની પરીક્ષા માં સરેરાશ, 22% વિદ્યાર્થીઓએ 90% થી વધુ, 37% વિદ્યાર્થીઓએ 85% થી વધુ અને બાકીના 41% વિદ્યાર્થીઓએ 80% થી વધુ ગુણ મેળવ્યા છે.

આ ઉપરાંત ધોરણ 10 સી.બી.એસ.ઈની બોર્ડની પરીક્ષામાં 31% વિદ્યાર્થીઓએ 90% થી વધુ,
55% વિદ્યાર્થીઓએ 85% થી વધુ અને 69% વિદ્યાર્થીઓએ 80% થી વધુ ગુણ મેળવી ને, તેમને તેમના પરિવાર નું, શિક્ષકોનું અને શાળા સંચાલન સમિતિનું નામ રોશન કર્યું છે.

Comments
Loading...
WhatsApp chat