માળિયાના મોટા દહીંસરામાં જુગારધામ પર એલસીબી ટીમ ત્રાટકી

છ આરોપીને ઝડપી ૧.૬૮ લાખનો મુદામાલ જપ્ત

        માળિયા પંથકમાં આજે એલસીબી ટીમે બાતમીને આધારે મોટા દહીંસરા ગામે દરોડો કરીને જુગારધામ ઝડપી લીધું છે અને છ જુગારીઓને ઝડપી લઈને ૧.૬૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

        મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના જયવંતસિંહ ગોહિલ, ભરતભાઈ મિયાત્રા સહિતની ટીમને મળેલી બાતમીને આધારે માળીયાના મોટા દહીંસરા (કૃષ્ણનગર) ના રહેવાસી હસમુખ ગીગજી પટેલના રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતું હોય જ્યાં દરોડો કરી આરોપી હસમુખ ગીગજી પટેલ, હરખજી વેલજીભાઈ પટેલ, શૈલેશભાઈ રઘુભાઈ પટેલ, રમેશભાઈ પ્રવીણભાઈ પટેલ, નરેન્દ્ર ઉર્ફે નગીનભાઈ પ્રાગજીભાઈ પટેલ અને કરશન જલાભાઇ પટેલ એમ છ આરોપીને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧,૫૩,૫૦૦, મોબાઈલ નંગ છ કીમત ૧૫૦૦૦ સહીત કુલ ૧,૬૮,૫૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat