મોરબીમાં આજે લોહાણા સમાજના કાર્યાલયનો શુભારંભ કરાશે

મોરબી જિલ્લો ઉદ્યોગની બાબતમાં હંમેશા અગ્રેસર રહે છે. ત્યારે આજે ૧૮-૦૬-૨૦૨૨, શનિવારને સાંજે ૮-૪૫ કલાકે મોરબી લોહાણા સમાજ માટે યોજાનાર બિઝનેસ એક્સપો.નું આયોજન થશે. આ સાથે અન્ય કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ માટે યોગી પ્લાઝા, શોપ નં. ૨૦, પહેલા માળે, બેંક ઓફ બરોડા પાસે, જુના બસ સ્ટેન્ડ પાસે “મોરબી લોહાણા સમાજ’ના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવશે.

જ્યાં મોરબી લોહાણા જ્ઞાતિના શ્રેષ્ઠીઓ તેમજ અગ્રણીઓ દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ તકે લોહાણા સમાજના સર્વે જ્ઞાતિબંધુઓને કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat