Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળીયાના વવાણીયા નજીકથી અજાણી વૃધ્ધાનો મૃતદેહ મળ્યો, વાલીવારસની શોધખોળ

માળીયાના વવાણીયા ગામ નજીકથી તાજેતરમાં એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હોય જેનું કુદરતી મોત થયું હોય, માળીયા પોલીસે અજાણી વૃદ્ધાના વાલીવારસની શોધખોળ ચલાવી તેની ઓળખ મેળવવા તજવીજ આદરી છે

માળિયાના વવાણીયા નજીકથી અંદાજે 65 વર્ષની ઉંમરની અજાણી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો છે જોકે વૃધ્ધાના મોતમાં કાંઈ શંકાસ્પદ પોલીસને મળી આવ્યું નથી અને કુદરતી રીતે મોત થયું હોવાનું તારણ મળ્યું છે પરંતુ વૃદ્ધાની ઓળખ થઇ શકી ના હોય જેથી માળીયા પોલીસે તેની ઓળખ મેળવવા અને તેના વાલીવારસને શોધવા તપાસ ચલાવી છે જેની વધુ તપાસ માળીયા પોલીસના મહાવીરસિંહ ઝાલા ચલાવી રહયા છે તો વૃદ્ધાના વાલીવારસ અંગે કોઈ પાસે માહિતી હોય તો માળીયા પોલીસ સ્ટેશન નં 02829 266733 પર સંપર્ક કરવા પોલીસે અનુરોધ કર્યો છે

Comments
Loading...
WhatsApp chat