પ્રધાનમંત્રી આવાસ યોજના ડ્રોમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આવાસ ફાળવો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મહિલા કાઉન્સીલરે ચીફ ઓફિસરને કરી રજૂઆત

        મોરબીમાં લાંબા સમયના ઈન્તેજાર બાદ આખરે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ડ્રો યોજવામાં આવ્યો હતો અને લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી છે ત્યારે આવાસ યોજનામાં યોગ્ય પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આવાસ ફાળવાય તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે

        મોરબીના વોર્ડ નં ૦૪ ના ભાજપના મહિલા સદસ્ય હિનાબા ક્રિપાલસિંહ જાડેજાએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મોરબી શહેરમાં કુલ ૬૮૦ આવાસો નિર્માણ થયેલ જેના પ્રથમ તબક્કામાં ૪૯૦ અને બીજા તબક્કામાં ૧૯૦ આવાસોનો ડ્રો થયો હતો જેમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે પાત્રતા ધરાવતા લાભાર્થીને જ આવાસ ફાળવવામાં આવે તે જરૂરી છે અને ખોટા લાભાર્થીના આવાસો ના મંજુર કરવામાં આવે તે માટે નિર્ણય લેવા જરૂરી છે અને જાહેર આયોજન પંચની રચના કરી આવાસ ફાળવવા બાબતની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે  

Comments
Loading...
WhatsApp chat