મોરબીમાં સોશ્યલ મીડિયામાં યુવતીનો બીભત્સ વિડીયો અપલોડ કરનાર ઇસમ ઝડપાયો 

પોલીસે આઈટી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી  

 

મોરબીના ગ્રામ્ય પંથકની રહેવાસી યુવતીનો બીભત્સ વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરી એક ઇસમેં યુવતીને બદનામ કરી હોય જે બનાવ મામલે ભોગ બનનાર યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધો છે

મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારની રહેવાસી યુવતીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફેસબુકમાં આઈડી બનાવનાર વ્યક્તિએ ભોગ બનનાર યુવતીનો ફોટો ડીપીમાં રાખીને ફોટો દર્શાવી બીભત્સ વિડીયો અપલોડ કરી વાયરલ કર્યો હતો અને ભોગ બનનાર યુવતીને સમાજમાં બદનામ કરી હતી જે વિડીયો સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવતીના પરિવારના ધ્યાનમાં આવતા પરિવાર પર આભ ફાટ્યું હતું અને બનાવ મામલે યુવતીને લઈને પરિવાર સીધો તાલુકા પોલીસ મથકે દોડી ગયો હતો

અને ભોગ બનનાર યુવતીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આઈટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી જે બનાવ મામલે એલસીબીની ટેકનીકલ ટીમે તપાસ ચલાવી હતી અને આરોપી પ્રકાશ ધનજીભાઈ પરેચા (ઉ.વ.૨૧) રહે લીલાપર તા. મોરબી વાળાને ઝડપી લઈને મોબાઈલ કબજે લીધો છે

જે કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન બી ડાભી, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી

 

Comments
Loading...
WhatsApp chat