

મોરબી જીલ્લામાં અકસ્માતોની વણઝાર જોવા મળતી હોય છે જેમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો જે ગમખ્વાર અકસ્માતમાં બાઈક સ્લીપ થયા બાદ મહિલા કેનાલમાં ખાબકી હતી અને ડૂબી જતા તેનું કરુણ મોત નીપજ્યું છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જતા અનેક લોકોના મોત થતા હોય છે જોકે તાજેતરમાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાનું કેનાલમાં ડૂબી ગઈ હતી કેનાલ નજીકથી પસાર થતું ડિસ્કવર બાઈક નં જીજે ૧૩ ૭૬૨૮ આડું કુતરું ઉતરતા બાઈક સ્લીપ થયું હતું અને જે બનાવમાં પાછળ બેસેલી મહિલા નજીકની કેનાલમાં ખાબકી હતી અને ડૂબી જતા તેનું કરુણ મોત નીપજ્યું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે



