જેપુર ગામ નજીક બંધ ટ્રક પાછળ બાઈક ધુસી જતા યુવાનનું મોત

મોરબીના નવલખી હાઈવે પર અકસ્માત સર્જાયા કરે છે ત્યારે ગતરાત્રીના જેપુર ગામ નજીક બંધ ટ્રક પાછળ બાઈક ધુસી જતા યુવાનનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના જેપુર ગામ નજીક ગતરાત્રીના બંધ ટ્રક પાછળ બાઈક ધુસી જતા બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ મથકના એસ.વી. સોલંકીએ જણાવ્યું હતું કે મૃતકનું પીપળીયા થી મોરબી તરફ આવતો હોય જેનું નામ હસમુખ દિલીપભાઈ કોળી (ઉ.૩૮) છે.જેમને સંતાનમાં બે દીકરા અને ૧ દીકરી હોવાનું જણાવ્યું હતું.બનાવ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat