હળવદના આંબેડકર સર્કલ પાસે યુવકે અકસ્માત બાદ રિપેરિંગનો ખર્ચ માંગતા ૪ શખ્સોએ મારમાર્યો

હળવદના આંબેડકર સર્કલ પાસે યુવકે અકસ્માત બાદ તેના અકસ્માત ગ્રસ્ત વાહનના રીપેરીંગનો ખર્ચ માંગતા ચાર જેટલા શખ્સોએ તેને લોખંડના પાઇપ વડે ઢોર માર્યો હતો. આ મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હળવદની રાવલફળીમાં રહેતા કિશનભાઇ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ બાબરીયાએ આરોપી અનિલ ધિરજભાઇ દલવાડી, વિપુલ ધિરજભાઇ દલવાડી, બળદેવ મનજીભાઇ દલવાડી અને ભરત મનજીભાઇ દલવાડી વિરુદ્ધ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૨૫ના રોજ તેઓ તેમના એકટીવા GJ36AE 3960 પર તેમના ફઈ ની દીકરીને તેના ઘરે પોલીસ લાઈન પાસે મુકવા જતા હતા ત્યારે બપોરના સમયે ભૂમિ બ્યુટી પાર્લર ક્ષેત્રની સામેના રસ્તા ઉપર આરોપી અનિલ દલવાડી પૂરપાટ વેગે તેના મોટરસાયકલ પર આવ્યો હતો. જેને પગલે મોટરસાયકલ અને એકટીવા વચ્ચે અકસ્માત થયો હતો અને બંને નીચે પડી ગયા હતા.

જેથી કિશનભાઇએ આરોપી અનિલને ટપારતા કહ્યું હતું કે,’આ રીતે મોટરસાયકલ ચલાવાય, મારા એકટીવાના આગળના ભાગે નુકસાન થયેલું છે’ તેમ વાત કરતા આરોપી અનિલે કહ્યું હતું કે, ‘તારી એકટીવામાં જે નુકસાન થયું છે. તેનું રીપેરીંગ કરાવી લઈએ. હું નુકસાનીના પૈસા આપી દઈશ’ તેવી વાત થયા બાદ કિશનભાઇ અને આરોપી અનિલ હળવદના આંબેડકર સર્કલ પાસે આવ્યા હતા. જ્યાં શેરાની ગેરેજ ઉપર આવ્યા એ સમયે અન્ય આરોપીઓ ત્યાં પહોંચી ગયા હતા અને તેઓ અપશબ્દો બોલતા હતા. જેમાં આરોપી વિપુલે એવું પણ કહ્યું હતું કે, ‘આમાં તો તમે મરી પણ જાઓ’ આ પ્રકારનો શબ્દ પ્રયોગ કરતા કિશનભાઇએ તેમને સમજાવ્યા હતા પરંતુ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને લોખંડના પાઇપ તથા લોખંડની ટામી વડે કિશનભાઇ પર હુમલો કર્યો હતો અને ચારે શખ્સોએએ તેમને ઢોર માર્યો હતો એટલામાં આસપાસની દુકાનના લોકો એકઠા થઈ જતા કિશનભાઇ ને વધુ મારથી છોડાવવામાં આવ્યા હતા.જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat