Billboard ad 1150*250

જેપુર નજીક યુવાન ડેમુ ટ્રેનની હડફેટે ચડી જતા ગંભીર રીતે ઘવાયો

મશીનમાં હાથ આવી જતા મજુરને ઈજા

0 346

જેપુર નજીક ડેમુ ટ્રેન હડફેટે યુવાનને ઈજા

મોરબી માળિયા વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન હડફેટે આવી જતા એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. નવા સાદુળકા ગામના રહેવાસી અરવિંદ લાલજીભાઈ ચારોલા કોળી યુવાન આજે જેપુર નજીકથી પોતાના છકડા પર જતો હોય જે દરમિયાન જેપુર નજીક ડેમુ ટ્રેન સાથે તેની રીક્ષાની ટક્કર થતા યુવાનને ગંભીર ઈજા સાથે મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યો છે.

મશીનમાં હાથ જતા ઈજા

મોરબીના જેતપર રોડ પરના સિરામિક યુનિટમાં મજૂરનો હાથ મશીનમાં આવી જતા તેને ઈજા પહોંચી છે. બેલા ગામ નજીકના વેલેન્સીલ સિરામિકમાં કામ કરતા ઇન્દ્રજીત ક્રિશ્ના રાવ નામના મજુરનો કામ કરતી વેળાએ મશીનમાં હાથ આવી જતા તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat