



મોરબીના જીવાપર ગામની સીમમાં વીજ શોકથી યુવકનું મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના જેતપર ગામે રહેતા પારસ કનૈયાલાલ રાવ નામનો યુવક તારીખ ૨૫ના રોજ જીવાપર ગામની સીમમાં કોઈ કારણોસર કરંટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે



