


ઢુવા માટેલ રોડ પર આવેલા પેપરમિલમાં કામ કરતી વેળાએ એક શ્રમિક યુવાનને વીજશોક લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર આવેલી બેલોના પેપરમિલ નામની ફેકટરીમાં કામ કરતી વેળાએ પ્રવીણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ (ઊ.વ.૨૫) નામના યુવાનને વીજશોક લાગતા તેણે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોકટરોએ તેણે મૃત જાહેર કર્યો હતો

