Billboard ad 1150*250 Billboard ad 1150*250

રોગ સાઈડમાં જતું બાઈક કારખાનાની દિવસ સાથે ભટકાડી દેતા યુવાનનું મોત

મોરબીના રંગપર ગામ નજીક પુરપાટ ઝડપે જતું બાઈક અચાનક કારખાનાની દીવાલ સાથે અથડાતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ઈરેટો સિરામિક એકમમાં રહીને મજુરી કામ કરતા કિશોર ચંદુભાઈ રાઠવા(ઉ.૨૬) પોતાનું મોટર સાઈકલ જીજે ૦૩ ૭૧૨૫ વાળું લઈને પુરપાટ ઝડપે રોંગ સાઈડમાં જતો દરમિયાન રંગપર ગામ નજીક સ્મશાન પાસે આવેલ સિરામિકની દીવાલ સાથે બાઈક ભટકાડી દેતા બાઈક ચાલક કિશોરભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના ભાઈ મુકેશએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat