



ટંકારાના કલ્યાણપર ગામે રહેતા યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ ટંકારાના કલ્યાણપર ગામે રહેતા ગોરવભાઈ છગનભાઈ દુબરિયા (ઉ.૨૨) એ પોતના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તો યુવાનના અંતિમ પગલાને લઈને પરિવારજનો પણ શોકમય થયા હતા

