Billboard ad 1150*250

હળવદના સરા રોડ પાસે સામાન્ય બોલાચાલીમાં યુવાનને છરીના ઘા ઝીકી ઈજા

0 68

હળવદના સરા રોડ પર સામાન્ય બોલાચાલી થયાનું મનદુઃખ રાખીને એક ઇસમેં યુવાનને છરી વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

હળવદના કણબીપરાના રહેવાસી ગૌતમ ઉર્ફે યશ જયંતીભાઈ ગોઠી (ઉ.વ.૧૮) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને અગાઉ આરોપી અમન ઉર્ફે અશ્વિન હસમુખ પરમાર રહે હળવદ બસ સ્ટેન્ડ પાછળ વાળા સાથે સામાન્ય બોલાચાલી થયેલ જેનું મનદુઃખ રાખી અમન પરમારે ગાળો આપી છરી વડે માર મારી ઈજા કરી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat