હળવદના ધનશ્યામપુર ગામ નજીક કારે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

 

હળવદથી દાધોરીયા ગામે સસરાને તેડવા બાઈક ઉપર જઈ રહેલા યુવાનને કાર ચાલકે હડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

 

 

મળતી માહિતી મુજબ હળવદના લાંબીદેરી વિસ્તારમાં રહેતા અર્જુનભાઇ નગીનભાઇ મકવાણા (ઉ.૩૨) પોતાના સગાનું બાઈક લઈને દાધોરીયા ગામે રહેતા તેના સસરાને તેડવા જતા હોય દરમિયાન હળવદ સરા રોડ ઉપર ઘનશ્યામપુર ગામથી દોઢેક કિ.મી. આગળ ક્રેતા કાર જીજે ૩૬ એલ ૪૭૫૦ ના ચાલકે અર્જુનભાઈના બાઈકને ઠોકર મારતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. તો ધટના બાદ કાર ચાલક કાર મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાવી છે

Comments
Loading...
WhatsApp chat