Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ-માળિયા હાઈવે પર રોડ ક્રોસ કરતા યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત

હળવદ પોલીસ મથકમાં નોંધાઈ પોલીસ ફરિયાદ

 

હળવદ માળિયા હાઈવે પર રોડ ક્રોસ કરતા રાહદારી યુવાનને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા યુવાનનું મોત થયું હતું જયારે વાહનચાલક નાસી ગયો હોય જે હીટ એન્ડ રનના બનાવ મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

હળવદના જુના દેવળિયા ગામના રહેવાસી ભરતભાઈ મગનભાઈ અઘારાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના સાળા શિવુભા રતુભા પરમાર નામના યુવાન હળવદ માળિયા હૈયાવે પર પરીક્ષિત કારખાના પાસેથી રોડ ક્રોસ કરતા હોય ત્યારે અજાણ્યા ફોર વ્હીલ ચાલકે રાહદારી યુવાનને અડફેટે લીધા હતા જે અકસ્માતમાં ગંભીર ઈજા થતા શિવુભા પરમારને ગંભીર ઈજા થતા મોત થયું હતું તો અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હોત હળવદ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat