



મોરબીમાં વાહનચાલકોની બેદરકારીની ઘટના સામે આવી છે. જ્યાં રોડ ક્રોસ કરવા જતા યુવકને બેફામ ગતિએ વાહન હંકારતા અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સુંદરમભાઇ ઉર્ફે દિલીપભાઇ લખમણભાઇ સાતોલાના ભાઈ સંજયભાઇ ઉર્ફે ગુણો લખમણભાઇ સાતોલા નાગડાવાસ ગામના પાટીયા પાસે જે.કે.ટી હોટલ સામેના રોડ પર ચાલીને જતા હતા. એ સમયે જાણયા વાહન ચાલકે પોતાના હવાલા વાળૂ વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી ચલાવીને રોડ ક્રોસ કરવા જતા સંજયભાઇને અડફેટે લઇ પછાડી દઇ જમાણા પગમા ભાગે ગંભીર ઈજા તથા ડાબા પગમા પંજાના ભાગે ઇજા પહોચાડી મોત નીપજાવી નાસી ગયો હતો.હાલ મોરબી તાલુકા પોલીસે IPC કલમ- ૨૭૯,૩૦૪(અ) તથા MV ACT કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

