Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારાના ધ્રુવનગર નજીક બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું મોત થયું

અકસ્માતના બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી

 

રાજકોટ મોરબી હાઈવે પર બે દિવસ પૂર્વે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું મોત થયું હોય જે બનાવ મામલે ટંકારા પોલીસ મથકમાં અકસ્માતની ફરિયાદ નોંધાઈ છે

 

મૂળ એમપીના વતની અને હાલ પડધરી રહેતા આકાશ ગુમલાભાઈ ડામોર પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે બાઈક એમપી ૪૫ એમએસ ૮૪૩૨ ના ચાલક કૈલાશ ખદાનસિંગ બારેલા રહે એમપી વાળાએ બાઈક પુરઝડપે ચલાવી હાઈવે પર ધ્રુવનગર ગામ નજીક કાબુ ગુમાવતા બાઈક રોડ પરના ડીવાઈડર સાથે અથડાયું હતું જે અકસ્માતમાં ફરિયાદી આકાશ ડામોરને ઈજા થઇ હતી તો બાઈક ચાલક કૈલાશ બારેલાને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું ટંકારા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat