



મોરબી માળિયા હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો બનત રહે છે ત્યારે ફરી એક અકસ્માત સર્જાયો હતો જેમાં કન્ટેનરના ચાલકે કારને ઠોકર મારતા યુવાને ઈજા પહોચી હતી અને કન્ટેનર ચાલક નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે
મળતી માહિતી મુજબ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેતા વનરાજભાઈ માવજીભાઈ ડાંગરે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી કન્ટેનર ચાલક જીજે ૧૨ બીટી ૬૬૬૮ એ પોતાનું વાહન પુર ઝડપે ચલાવીને નાગડાવાસ ગામના પાટિયા નજીક ફરિયાદી વનરાજભાઈની સ્વીફ્ટ કાર જીજે ૩૬ એએફ ૦૩૩૫ સાથે ભટકાડી દેતા વનરાજભાઈને માથાના ભાગે તથા પગમાં ઈજા પહોચી હતી હતો કન્ટેનર ચાલક અકસ્માત બાદ નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધીર છે

