Billboard ad 1150*250

હળવદ માળિયા હાઈવે પર કારે બાઈકને હડફેટે લેતા યુવાનને ઈજા

0 133

હળવદ માળિયા હાઈવે પર આવેલ કંસારી હનુમાન મંદિર નજીક કારના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકને ઈજાઓ થઇ હતી જે મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મનસુખભાઈ રામજીભાઈ કાવર (ઉ.૫૯) એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ક્રેટા કાર જીજે ૩૧ એન ૦૫૬૦ ના ચાલકે પોતાની કાર માળિયા હળવદ હાઈવે પર પુર ઝડપે ચલાવીને કંસારી હનુમાન મંદિર નજીક ફરિયાદી મનસુખભાઈના દીકરા જયદીપ (ઉ.૨૭) ના મોટર સાઈકલ જીજે ૩૬ એ ૦૧૦૪ ને પાછળથી ભટકાડી જયદીપને પગમાં તથા શર્રીરે ઈજાઓ કરી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat