Billboard ad 1150*250

વાંકાનેરના વાલાસણ રોડ પર બાઈક સ્લીપ થતા યુવાનને ઈજા પહોંચી

0 140

વાંકાનેરના પાંચદ્વારકા ગામના રહેવાસી યુવાનને બાઈક સ્લીપ થતા ઈજા પહોંચી હોય જે બનાવ મામલે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેરના પાંચદ્વારકા ગામના રહેવાસી અજરૂદિન યુનુસ પરાસરા (ઉ.વ.૩૦) નામના યુવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે પોતાના અદાના દીકરા અમઝદ સાથે ગત તા ૧૦-૦૫ ના રોજ રાત્રીના સુમારે પાંચદ્વારકા ગામેથી અમરાપર ગામે રહેતા તેના ફૈબાના દીકરા નવાઝ પાસે પૈસા લેવાના હોય જેથી અરણીટીંબા ગામના પાટિયા પાસે જવા નીકળ્યા હોય અને બાઈક અમઝદ ચલાવતો હતો ત્યારે વાંકાનેર વાલાસણ રોડ પર તીથવા ગામના પાટિયા પાસે પુલિયાનું ડાયવર્ઝન હોય જ્યાં મોટરસાયકલ સ્લીપ થયું હતું અને ફરિયાદી અજરૂદિન પરાસરાને ઈજા પહોંચતા રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો

અને સારવાર બાદ સ્વસ્થ થતા તેને પોલીસ ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે બાઈક જીજે ૩૬ કયું ૯૩૩૨ ના ચાલક અમઝદ વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat