


મોરબીના પીપળી રોડ પરના કારખાનામાં આવેલા તળાવમાં ડૂબી જતા પરપ્રાંતીય યુવાનનું મોત નીપજ્યું છે. મોરબીના પીપળી રોડ પર આવેલા ફેનીલાઈટ સિરામિક નામના યુનિટમાં કામ કરતા યુવાન હરિચંદ્ર સુર્યપ્રતાપ ઉપાધ્યાય (ઉ.વ.૨૧) આજે કારખાનામાં આવેલા તળાવમાં અકસ્માતે ડૂબી જતા તેને સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. યુવાનના મૃતદેહને પી.એમ. માટે હોસ્પીટલે ખસેડી પોલીસે વધુ તપાસ ચલાવી છે.