મોરબીના લીલાપર ગામ નજીક કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત

 

મોરબી તાલુકાના લીલાપર ગામ નજીક આવેલ કેનાલના પાણીમાં ડૂબી જતા ૨૦ વર્ષના યુવાનનું મોત થયું છે જે બનાવ મામલે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

જે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર લીલાપર ગામના રહેવાસી શ્યામ ભરતભાઈ અગોલા (ઉ.વ.૨૦) નામના યુવાન ગામ નજીકની કેનાલના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે જોકે યુવાન અકસ્માતે પાણીમાં ડૂબી ગયો છે કે આપઘાતનો બનાવ છે તે સ્પષ્ટ થયું નથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat