


મોરબી પંથકમાં અકસ્માતોનો સિલસિલો ચાલુ જ છે આજે બપોરના સુમારે નવલખી ફાટકથી આરટીઓ કચેરી તરફ જવાના રોડ પર ટ્રકની ઠોકરે ચડેલા એકટીવાસવાર યુવાનનું કરુણ મોત થયું છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના હમીરપર ગામનો વતની અને હાલ મોરબી વ્યાસ સમાજની વાડીમાં રહેતો સંજય ભાનુભાઈ બરાસરા વ્યાસ (ઊ.વ.૨૫) વાળો યુવાન પોતાનું એકટીવા નં જીજે ૩ એજે ૧૬૮૬ લઈને આરટીઓ કચેરી તરફ જતો હોય ત્યારે ટ્રક નં જીજે ૧૦ એક્સ ૯૧૭૫ સાથે એકટીવા અથડાતા યુવાનનું કરુણ મોત નીપજ્યું છે તો વધતા અકસ્માતોના બનાવથી નાગરિકોમાં રોષ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

