મોરબીના બેલા ગામે તળાવમાં ન્હાવા જતા યુવાનનું મોત

 

મોરબીના બેલા ગામની સીમમાં કોઈ કારણોસર તળાવમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

મળતી માહિતી મુજબ મોરબીના બેલા ગામે પીપળી રોડ પર બુધલુંભાઈ સુરુભાઈ ઘાટુંવાળ (ઉ.૨૮) ગત તા. ૨૭ ના રોજ બેલા ગામેં ઈવોના સિરામિક પાસે કોઈ કારણોસર તળાવમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો ધટનાની જાણ થતા જ આસ્પસ્નના લોકો દોડી આવ્યા હતા અને મૃતકના મૃતદેહને પી એમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તો મોરબી તાલુકા પોલીસની ટીમના એમ એલ બારૈયા સહિતની ટીમ દોડી જઈને વધુ તપાસ હાથ ધરવામાં આવતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવાન ન્હાવા માટે તળાવમાં ગયો હોય અને ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું

 

Comments
Loading...
WhatsApp chat