મોરબીના જાંબુડિયા રોડ પર એસીડ પી જતા યુવાનનું મોત

મોરબીના મિલન પાર્ક,કુબેરનગર-2 અને મૂળ-સર્વોદય સોસાયટી થાનગઢ રહેતા જયદીપ પીતાંબરભાઈ સાવરિય(ઉ.૩૬)ગત સાંજના સમયે જાંબુડિયા રોડ પર આવેલ લાઈટ સિરામિક એકમની બાજુમાં રોડ પર કોઈ અગમ્ય કારણોસર એસીડ પી જતા પ્રથમ સારવાર માટે મોરબી મંગલમ હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ વિરાણી વોકહાર્ડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેનું મોડી રાત્રીના મૃત્યુ નીપજ્યું છે.આ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ ચાલવી છે.

Comments
Loading...
WhatsApp chat