માળીયા નજીક અક્સમાતમાં યુવાનનું મોત


માળિયા પોલીસ મથકમાં હૈદરભાઈ કાદરભાઈ ભટ્ટીએ ફરિયાદ નોંધાવી છે કે પોતાના કુટુંબી ભાઈ સુલેમાનભાઈ તાજમહમદભાઈ ભટ્ટી(ઉ.૨૦) ગત રાત્રીના સુમારે માળિયા ત્રણ રસ્તા નજીકથી પસાર થતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લઇ મોત નીપજાવ્યું હતું.માળિયા પોલીસે હૈદરભાઈની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.