



મોરબી નજીક હાઈવે પર બાઈકમાં જતા યુવાનને અજાણ્યા ટેન્કર ચાલકે ઠોકર મારતા બાઈક સવાર યુવાનનું મોત થયું છે
મોરબીના કન્યા છાત્રાલય રોડ પરના રહેવાસી હસમુખભાઈ ભીમાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી અજાણ્યા ટેન્કર ચાલકે પુરઝડપે ચલાવી બાઈક નં જીજે ૧૦ સીએ ૬૨૭૬ માં જતા ભાવેશ ત્રીકુભાઈ ભીમાણી (ઊવ ૩૨) વાળાને ઠોકર મારતા યુવાનનું કરુણ મોત નીપજ્યું છે જયારે ટેન્કર ચાલક નાસી ગયો હતો પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચાલવી છે



