Billboard ad 1150*250 Billboard ad 1150*250

ઢુવા ચોકડી નજીક આવેલ સિરામિક એકમમાં છત પરથી પડી જતા યુવાનનું મોત

ભલગામ ગામે પરિણીતાને સાપ કરડી જતા મોત

મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા છત પરથી પડી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.તો બીજા બનાવમાં ભલગામ ગામે પરિણીતાને સાપ કરડી જતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ સનહાર્ટ સિરામિક એકમમાં કામ કરી રહેલ મોહન હનીયાભાઈ ભાંભોર (ઉ.૪૦) કામ કરતા છત પરથી પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.તો બીજા બનાવમાં વાંકાનેર તાલુકા ભલગામ ગામે રહેતી કડવીબહેન સામંતભાઈ પરમાર (ઉ.૪૫) ને સાપ કરડી જતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખાસેદાવમાં આવી હતી જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat